Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકાર દ્વારા RT-PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો

Live TV

X
  • રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે કોરોનાના દર્દીઓના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાં ટેસ્ટીંગના દરોમાં નાગરિકોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ ટેસ્ટીંગના ભાવમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કોરોના સંદર્ભે હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લઇને કરાતાં ટેસ્ટીંગના ચાર્જમાં અત્યારે રૂ. 900 લેવાય છે તેમાં રૂ. 350 નો ઘટાડો કરી રૂ.550 અને લેબોરેટરીમાં જે ટેસ્ટીંગ કરવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ.700 છે તેમાં રૂ. 300 નો ઘટાડો કરી રૂ. 400, એરપોર્ટ પર થતાં એબોટ આઇડી રેપીડ આર.ટી.પી.સી.આર. ટેસ્ટના ચાર્જમાં રૂ.1300 નો ઘટાડો કરી રૂ.2700 તથા એચ.આર.સી.ટી. ના ચાર્જમાં રૂ.500 નો ઘટાડો કરી રૂ. 2500 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડાના નિર્ણય તા.01.08.2021 થી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓએ અમલ કરવાનો રહેશે.   

    રાજ્યભરમાં કોરોના સંદર્ભે ગુજરાત રાજ્યની સરકારી લેબોરેટરી દ્વારા RT-PCR તથા એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે તેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, તા.27.07.2021 ના રોજ RT-PCR ના 44,666 એન્ટીજનના 17,892 ટેસ્ટ મળી કુલ-62,558 જ્યારે અત્યાર સુધીમાં RT-PCR ના 91,55,936 અને એન્ટીજનના ટેસ્ટ 1,61,99,857 મળી કુલ – 2,53,55,793 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply