રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત
Live TV
-
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં પડી રહેલો વરસાદ હવે ઓછો થવાની સંભાવના છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આવનારા 5 દિવસ સુધી કેટલાક સ્થળોએ છુટો છવાયો વરસાદ પડશે. માત્ર દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ દાદરા નગર હવેલી વગેરેમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. તો બાકીના રાજ્યમાં હળવો અને મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેર અને આજુબાજુ પણ માત્ર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં જે આજે લો પ્રેશર એક્ટીવ થયું છે તેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના હતી પરંતુ તેની દિશા બદલાતાં હવે મધ્યપ્રદેશમાં સારો વરસાદ થશે. આવનારા 5 દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આ મોસમનો કુલ 72 ટકા વરસાદ પડ્યો છે અને 28 ટકા વરસાદની ઘટ છે.
