રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 28 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 28 કેસ નોંધાયા છે. જયારે 39 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા 24 કલાકમાં રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો છે. અત્યારસુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8 લાખ 14 હજાર 452 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 274 છે જેમાં 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 269 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાના કેસોની વિગતે વાત કરીએ તો સુરતમા 8, અમદાવાદમાં 3, વડોદરામાં 4 અને દાહોદ, ગાંધીનગર, પંચમહાલમાં 2-2 કેસ નોંધ્યા છે. જ્યારે સારી બાબત એ છે કે રાજ્યના 21 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ જોવા નથી મળ્યો.
