ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા હેઠળની 5 હજાર 551 અરજીઓ મંજુર કરવામાં આવી
Live TV
-
ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા હેઠળની 5 હજાર 551 અરજીઓ મંજુર કરવામાં આવી છે, જયારે અન્ય બાકીની અરજીઓની પ્રક્રિયા ચાલી રહી છે.
ગુજરાત વિધાનસભામા પ્રશ્નોતરી દરમિયાન કૃષિમંત્રી આર.સી.ફળદુએ આ મુજબ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે કુલ અરજીઓમાંથી 50 ટકા જેટલી અરજીઓ મંજુર કરાઇ છે. શ્રી ફળદુએ કહ્યુ કે અંદાજે 396 કરોડ રૂપિયાનુ પ્રિમિયમ ચુકવવામાં આવ્યુ હતુ અને તેની સામે 2700 કરોડ રૂપિયાનુ પાક વીમાનુ ચુકવણુ કરવામાં આવ્યુ છે.
બાકીના નાણાં માટે કેન્દ્ર સરકારમાં અને વીમા કંપનીઓમાં રજુઆત કરવામાં આવી છે.
દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસે કૃષિમંત્રીના જવાબ સામે અસંતોષ દર્શાવી સભાત્યાગ કર્યો હતો .
પ્રશ્નોતરી દરમિયાન બનાસકાંઠા અને બોટાદ જિલ્લામાં પાક વીમા અંગેના પ્રશ્ન દરમિયાન કોગ્રેસના લલીત કગથરાએ તાળી પાડતા તેની સામે વાંધો ઉઠાવવામા આવ્યો હતો. અધ્યક્ષે તેમનો પ્રશ્ન રદ કરી દીધો હતો. આજે વિધાનસભામાં ટેબલેટ ખરીદી અંગે પણ ચર્ચા થઇ હતી.
