Skip to main content
Settings Settings for Dark

રાજયમાં આજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ

Live TV

X
  • રાજયમાં આજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં કુલ ૧૭ લાખ ૫૩ હજાર થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

     જેમાં ધોરણ-૧૦ના ૧૦ લાખ ૮૩ હજાર અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧ લાખ ૪૩ હજાર  અને ધોરણ-૧૨ સામાન્યા પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા૫ લાખ ૨૭ હજાર  નોંધાઈ છે. કુલ  ૫૯,૭૩૩ વર્ગખંડોમાં સી.સી.ટી.વી કેમેરાની વ્યથવસ્થા કરાઈ છે.

     જયારે બાકીના ૨૯૪ જેટલા વર્ગખંડોમાં ટેબલેટની વ્યવસ્થા કરાઈ છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માઘ્યમમિક શિક્ષણ બોર્ડ દ્ધારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે

    તેમણે કહ્યું કે ઈલેકટ્રોનિક્સ સર્વેલન્સની વ્યવસ્થા પણ ૧૦૦ ટકા થઈ ગઇ છે. જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સતત માર્ગદર્શન મળી રહે તે માટેની વ્ય્વસ્થા પણ કરવામાં આવેલી છે.રાજય કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે. પરીક્ષાઓમાં કોઈપણ સંજોગોમાં ગેરરીતિ ન થાય તેની તકેદારી પણ રાખાઈ છે. મોબાઈલ અને અન્યમ વિજાણુ યંત્રોનો ગેરકાયદેસર ઉપયોગ કરતા ઉમેદવારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ ડમી ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply