ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં ડો.સંજય પટોલિયાની ધરપકડ, અત્યાર સુધીમાં 7ની ધરપકડ, બે પહોંચની બહાર
Live TV
-
ડો. સંજય પટોળીયાની પૂછપરછ દરમિયાન વધુ કિસ્સા બહાર આવે તેવી શક્યતા
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપી ડૉ.સંજય પટોલિયાની ધરપકડ કરી છે. ડૉ.પટોલિયાની આગોતરા જામીન અરજી ગઈકાલે કોર્ટે ફગાવી દીધી હતી. હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ પોલીસથી દૂર છે. અન્ય આરોપી ડૉ. પ્રશાંત વજીરાની, ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલની ધરપકડ થઈ ચૂકી છે.
વેબસાઈટમાં તેમનું સેન્ટર સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ બતાવ્યું હતું
ડૉ. સંજય પટોલિયા સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી જાણીતી સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં વિઝિટિંગ ડૉક્ટર તરીકે કામ કરતા હતા. તે દર 15 દિવસે એકવાર સુરતની હોસ્પિટલમાં આવતો હતો. ડો. સંજય પટોલિયા સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રિક સર્જરી કરી રહ્યા હતા. સંજય પટોલિયાએ તેમની વેબસાઈટમાં તેમનું સેન્ટર સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ બતાવ્યું હતું.
ડો. સંજય પટોળીયાની પૂછપરછ દરમિયાન વધુ કિસ્સા બહાર આવે તેવી શક્યતા
ત્યારે સનસાઇન ગ્લોબલ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો.બિરેન ચૌહાણે જણાવ્યું હતું કે, ડો.સંજય પટોલિયા અહીં માત્ર વિઝીટીંગ ડોક્ટર હતા. તેઓ આ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે જોડાયેલા નથી. ડોક્ટર પટોલિયા મહિનામાં એક વાર સુરતની હોસ્પિટલમાં આવતા હતા. તેઓ છેલ્લા બે વર્ષથી વિઝીટીંગ ડોકટર તરીકે ફરજ બજાવતા હતા. સુરતમાં એક મહિનામાં ત્રણ દર્દીઓનું કાઉન્સેલિંગ કર્યા બાદ વજન ઘટાડવાની સર્જરી કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પોલીસથી બચવા માટે રશિયન અને ચાઈનીઝ એપની મદદથી વાતચીત કરતા હતા. ડો. સંજય પટોળીયાની પૂછપરછ દરમિયાન વધુ કિસ્સા બહાર આવે તેવી શક્યતા છે.
પૈસાના લોભમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે 11 નવેમ્બરના રોજ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 19 એન્જિયોગ્રાફી અને 7 એન્જિયોપ્લાસ્ટી બાદ 2 લોકોના મોત થયા હતા. પરિવારજનોના હોબાળા બાદ 12 નવેમ્બરે મેડિકલ બોર્ડે તેની તપાસમાં માલુમ પડ્યું હતું કે જરૂરી ન હોવા છતાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્માન ભારત યોજના હેઠળ પૈસાના લોભમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ત્યારપછી આ કેસમાં કુલ 9 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
