Skip to main content
Settings Settings for Dark

ગુજરાત નડિયાદ એક્સપ્રેસ વે પર કાર અને ટ્રકની ટક્કરમાં 3 ના મોત

Live TV

X
  •  પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ

    આજે રાજ્યમાં સવારે બે માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એક અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બીજા અકસ્માતમાં બસના કેટલાય મુસાફરો ઘાયલ થયા હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક પુરજોશ જતી કારનું ટાયર ફાટવાને કારણે કાર ડિવાઈડર તોડી બીજી તરફ આવતી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

     પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ

    જેમાંથી ત્રણના મોત થયા છે જ્યારે બે લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ નડિયાદ ગ્રામ્ય પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. મૃતકોની ઓળખ દલપતભાઈ ચમનાજી પુરોહિત, સુભાદીદેવી ચમનાજી પુરોહિત અને દિનેશ પ્રભારામ પુરોહિત તરીકે થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

    ટ્રક કાબુ બહાર જતાં 10 થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી

    બીજો અકસ્માત બગોદરા-વટામણ હાઈવે પર બન્યો હતો. તારાપુર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસ અને ટ્રક કાબુ બહાર જતાં 10 થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. સુરતથી જૂનાગઢ જતી ખાનગી લકઝરી બસના ચાલકને સ્લીપ થતાં આગળ જતી ટ્રકની પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે. જેમાં 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમને સારી સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ પહેલા અકસ્માતની માહિતી મળતા બગોદરા, બાવળા, ફાધરાથી પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply