Skip to main content
Settings Settings for Dark

ગગદાસના 'ગગનચુંબી' સપનાને મળ્યો મુખ્યમંત્રીનો સાથ!

Live TV

X
  • મુખ્યમંત્રીના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર જુએ છે ઓલિમ્પિકનું સપનું

    વાવ-થરાદના એક ખેતમજૂર પરિવારનો દીકરો ગગદાસ પરમાર, આજે ગુજરાતની અડગ ઈચ્છાશક્તિનો પર્યાય બન્યો છે. વર્ષ 2017માં એક ભયાનક વીજ અકસ્માતે ગગદાસના બંને પગ છીનવી લીધા, પણ તેની દોડવાની જીદને તોડી શક્યા નહીં. મધ્યમવર્ગીય પરિવારે લાખોના ખર્ચે સારવાર કરાવી દીકરાને નવજીવન આપ્યું.

    પાલનપુરની વિદ્યામંદિર હોસ્ટેલમાં અભ્યાસ દરમિયાન કોચ નીલેશ રબારીના માર્ગદર્શન હેઠળ ગગદાસે રમતગમત ક્ષેત્રે ઝંપલાવ્યું. માત્ર 6 મહિનાની મહેનતમાં જ તેણે નેશનલ લેવલે ડિસ્ક થ્રો અને પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી દીધી. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે અને ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરવા માટે તેને 'એડવાન્સ પ્રોસ્થેટિક લેગ્સ'ની જરૂર હતી, જેની કિંમત ₹15 લાખ જેવી માતબર રકમ હતી.

    ગગદાસે આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મદદ માગવાનું નક્કી કર્યું. ગાંધીનગર આવીને ગગદાસે મુખ્યમંત્રીને રજૂઆત કરી. સાલસ અને સંવેદનશીલ મુખ્યમંત્રીએ ગગદાસને મદદ કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા. મુખ્યમંત્રીએ સરકારી સહાય ઉપરાંત સીએસઆર ફંડ થકી ગગદાસને તાત્કાલિક મદદ મળી શકે, એવા સફળ પ્રયાસો કર્યા. આજે ગગદાસને અદ્યતન તકનીકવાળા પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત થયા છે સાથે સાથે ઉચ્ચ સ્તરનું કોચિંગ પણ મળી રહ્યું છે. તેની આંખોમાં હવે માત્ર એક જ લક્ષ્ય છે – પેરા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી મેડલ જીતવો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply