ગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએસએ ઓકસીજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું
Live TV
-
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના પીએસએ ઓકસીજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યો હતો.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 22 લાખના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના પીએસએ ઓકસીજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યો હતો. આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાતના સમયે 80 ગામના લોકોને લાભ મળશે. મુખ્યમંત્રીએ કહ્યું કે હવે આપણે કોરોનાની મહામારીથી બહાર નીકળી રહ્યા છીએ. ગઈકાલે 70 જેટલા કેસો આવ્યા છે. જે ભૂતકાળમાં 14 હજાર જેટલા થઈ ગયા હતા. મુખ્યમંત્રીએ ગૌરવ સાથે કહ્યું કે દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે. જ્યાં સંપૂર્ણ લોકડાઉન કર્યા વિના આપણે કોરોના પર નિયંત્રણ લાવી શક્યા છીએ. વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની સમભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા રાજ્યમાં 1800 મે.ટન ઓકસીજન પેદા કરવાના આયોજન સાથે 300 પ્લાન્ટ રાજ્યમાં ઊભા કરાશે. તેમાંથી 275 તો તૈયાર પણ થઈ ગયા છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં 8 લાખ લોકોને આપણે સાજા કરીને ઘરે મોકલ્યા છે. રિકવરી રેટ પણ 98 ટકા પહોંચી ગ્યો છે. ગુજરાતે કોરોના સામે સફળતા પૂર્વક નિયંત્રણ કરીને દેશને એક મોડલ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહિ. આમ છતાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા અને ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તેવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીએ. આ પ્રસંગે ધારાસભ્ય આત્મારામ ભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ ભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નીતા બહેન, નગર પાલિકા પ્રમુખ હર્ષા બહેન, પ્લાન્ટના દાતા સુનીથ ડી સિલ્વા , જિલ્લા કલેકટર સુમેરા, ગોપીનાથજી દેવમંદિર ચેરમેન હરિ જીવન સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
