NDAના કમાન્ડન્ટ લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રીએ CM રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી
Live TV
-
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત કરતાં NDAના કમાન્ડન્ટ લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રી
મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગર ખાતે નેશનલ ડિફેન્સ એકેડમી – NDAના કમાન્ડન્ટ અને લાઈટ ઈન્ફેન્ટ્રી - કર્નલ ઓફ ધી મરાઠા લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ મુલાકાત પ્રસંગે લેફટનન્ટ જનરલ અસીત મિસ્ત્રીએ સ્મૃતિ ચિન્હ રૂપે “સર્કત ટ્રોફી” ભેટ આપીને મુખ્યમંત્રી રૂપાણીનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, સેનામાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા PVSM, AVSM, SM, VSM અસીત મિસ્ત્રી ગુજરાતના ત્રીજા લેફટનન્ટ તરીકે ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે.
