Skip to main content
Settings Settings for Dark

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 9.68 મીટર ઘટી

Live TV

X
  • સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથકો સતત ચાલુ રહેતા છેલ્લાં એક મહિનામાં નર્મદા ડેમની જળ સપાટી 9.68 મીટર ઘટી હોવાનુ સામે આવ્યુ છે. હાલ જુલાઈ મહિનો શરૂ થયો હોવા છતાં ઉપરવાસમાં મધ્યપ્રદેશનાં વિસ્તારમાં વરસાદ ખાસ પડ્યો નથી.

    સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથકો સતત ચાલુ રહેતા છેલ્લાં એક મહિનામાં નર્મદા ડેમની જળ સપાટી 9.68 મીટર ઘટી હોવાનુ સામે આવ્યુ છે. હાલ જુલાઈ મહિનો શરૂ થયો હોવા છતાં ઉપરવાસમાં મધ્યપ્રદેશનાં વિસ્તારમાં વરસાદ ખાસ પડ્યો નથી. બીજી તરફ ચોમાસાને ધ્યાનમાં રાખીને સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેગાવોટના રીવર બેડ પાવર હાઉસના વીજ મથકોને સતત ચલાવવામાં આવતા પાણીના વપરાશના કારણે નર્મદા ડેમની જળ સપાટી 5 જૂનના રોજ 123.38 મીટર  હતી, જે આજે 5 જુલાઈએ 113.34 મીટર થઈ જતા એક મહિનામાં  10.4  મીટરની ઘટાડો જોવા મળી રહ્યો છે. મહત્વનુ છે કે વર્ષ 2019માં જૂલાઇ માસમાં નર્મદા ડેમની જળ સપાટી 119.85 મીટરે પહોંચી હતી,જે બાદ ચાલુ વર્ષે 113.34 મીટર થઈ છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જળ સપાટી 6.51 મીટર ઓછી છે. હવે નર્મદા બંધમાં જાવક સામે નવા નીરની આવક ઘટી રહી છે, છતાં નર્મદા બંધના તમામ જળ વિદ્યુત મથકો છેલ્લાં 1 મહિનાથી ચાલુ હોવાથી સપાટી એક સપ્તાહમાં 2 મીટર ઘટી છે..બંધમાં હાલ જીવંત પાણીનો જથ્થો 34 હજાર કરોડ લિટર છે, આગામી ચોમાસા ને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા  ડેમની સપાટી ઘટાડી છે, જોકે ચોમાસામાં ડેમ પૂર્ણ ભરાવાની ઈજનેરોને આશા છે.. હાલ રોજના 3.87 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply