Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આજે કોરોનાનાં 70 નવા કેસ નોંધાયા, 2 દર્દીના મૃત્યુ

Live TV

X
  • રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં નવા 70 કેસ નોંધાયા હતા. જ્યારે 128 દર્દીઓએ કોવિડને મ્હાત આપી હતી તો બે દર્દીઓનાં મોત થયા હતા. રાજ્યમાં રિકવરી રેટ 98.48 ટકાએ પહોંચ્યો છે. આજ સાંજ સુધીમાં 2 લાખ 65 હજાર 647 નાગરિકોને વેક્સિનના ડોઝ અપાયા છે. આજે અમદાવાદમાં 19 કેસ, સુરતમાં 10, રાજકોટમાં 8 અને વડોદરામાં 6 કેસ નોંધાયા હતા. અમદાવાદ અને જૂનાગઢમાં 1-1 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. 

    દેશમાં પણ કોરોનાનાં નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને રિક્વરી રેટ પણ વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 43 હજાર 71 નવા કેસ નોંધાયા છે. જ્યારે 52 હજાર 299 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 97.09 ટકાએ પહોંચ્યો છે. દેશમાં હાલ 4 લાખ 85 હજાર 350 સક્રિય કેસ છે. જ્યારે 4 લાખ 2 હજાર 5 દર્દીના કોરોનાથી મૃત્યુ  થયા છે. બીજી તરફ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. દેશમાં કુલ  35 કરોડ 12 લાખથી વધુ લોકોને વેક્સિનના ડોઝ અપાયા છે. છેલ્લા 24 કલાકમાં 18 લાખ 38 હજાર 390 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા હતાં. આમ, અત્યાર સુધીમાં 41 કરોડ 82 લાખ 54 હજાર 953 લોકોના કોરોનાનાં ટેસ્ટ કરાયા છે. બીજી તરફ હવે સગર્ભા સ્ત્રીઓને પણ કોવિડ-19 ના વેક્સિનેશન માટે મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે NTAGI ની ભલામણને માન્ય રાખી છે. આ અંગેની માર્ગદર્શિકાઓ ટૂંક સમયમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે. સગર્ભા સ્ત્રીઓ કો- વિન પર અથવા નજીકના કોવિડ વેક્સિનેશન સેન્ટર પર હવે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply