મોડાસા તાલુકાના કઉ ગામે શિક્ષણમંત્રીનાં હસ્તે નવનિર્મિત સ્કૂલનું લોકાર્પણ
Live TV
-
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે મોડાસા તાલુકાના સાકરિયા ગામે શિક્ષણ અને તાલીમ ભવન અંદાજે 12 કરોડના ખર્ચે તૈયાર થશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને મોડાસા તાલુકાના કઉ ગામે નવનિર્મિત ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલનું લોકાર્પણ કરાયું જે અંદાજે સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ છે.
શિક્ષણમંત્રી ભૂપેદ્રસિંહ ચુડાસમાના હસ્તે આ લોકાર્પણના કાર્યક્રમો અરવલ્લી જિલ્લામાં આયોજિત કરાયા હતા જેમાં તેમણે જણાવ્યું કે, શિક્ષણ, સંશોધન અને તાલીમ જરૂરી છે જેનાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, કોરોના કાળમાં તમામ વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી પણ લેવામાં આવી રહી છે, જેથી બાળકોના અભ્યાસમાં ખલેલ ન પડે. આ સાથે જ તેઓ માલપુર ખાતે મૃતક જીવદયા પ્રેમીના ઘરે તેમના પરિવારને મળ્યા હતા અને સાંત્વના પાઠવી બાળકોને સ્કૂલ કિટ આપી હતી.
