Skip to main content
Settings Settings for Dark

ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી કંપનીને 'માય કેર સર્ટીફીકેટ' કરાયું એનાયત

Live TV

X
  • જૂનાગઢના ગિરનાર રોપ-વેમાં આવતા યાત્રીકો અને કર્મચારીઓની સલામતી, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે નેધરલેન્ડની કંપની દ્રારા ઉડનખટોલા રોપ-વે સાઇટને નેધરલેન્ડની કંપની ડીએનવી દ્વારા માય કેર ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ પ્રોફેશનલ્સનાં નિષ્ણાંતોની ટીમે વૈશ્વીક સ્તરે વિકસીત કર્યો છે. ચોક્કસ માપદંડોને આધીન માય કેર સર્ટીફીકેટ આપવામાં આવે છે. જે દેશમાં એક માત્ર જૂનાગઢ ગીરનાર સ્થિત રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને એનાયત થયેલ છે. જેથી આ સર્ટીફીકેટ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાની હાજરીમાં રોપ-વે પરીસરમાં યોજાએલ કાર્યક્રમમાં માય કેર સર્ટીફીકેટનું અનાવરણ કરાયેલ હતું.

    સર્ટીફીકેટનું અનાવરણ કરતી વેળાએ પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે, કોવિડ-19 ની પરિસ્થિતીમાં ઉષા બ્રેકો કંપનીએ સલામતી, સ્વચ્છતા અને સ્વાસ્થ્યના ઉચ્ચ ધોરણે પ્રસ્થાપીત કરેલ હોવાથી નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા માય કેર સર્ટીફીકેટ અપાયુ છે. જે જૂનાગઢ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ તકે અંબાજી મંદીરના મહંત તનસુખગીરીબાપુએ આશીર્વચન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબર 2020 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રોપ-વે નું ઉદ્ઘાટન કર્યા બાદ અત્યાર સુધીમાં 4 લાખથી વધુ યાત્રીકોએ માં અંબાજીના દર્શન કરવા સાથે એશીયાના સૌથી લાંબા ગીરનાર રોપ-વે ની રોમાંચક સફરનો આનંદ લીધો છે.

    ઉષા બ્રેકોના રીજીયોનલ હેડ દિપક કપલીશે કહ્યું કે, ઉષા બ્રેકો રોપ-વે પરીસરમાં ઇન્ફેક્શનનું રિસ્ક ઘટાડવા માટે માય કેર ઇન્ફેક્શન પ્રિવેન્શન રેડીનેસ સર્ટીફિકેટ મેળવનાર ભારતની પ્રથમ રોપ-વે કંપની છે. નેધરલેન્ડની કંપની ડીએનવી દ્વારા માય કેર ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ ઇન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ પ્રોફેશનલ્સના નિષ્ણાંતોની ટીમે વૈશ્વીક સ્તરે વિકસીત કર્યો છે. ચોક્કસ માપદંડોને આધીન માય કેર સર્ટીફીકેટ આપવામાં આવે છે. ઉષા બ્રેકો કંપની 52 વર્ષ થી રોપ-વે ક્ષેત્રે કાર્યરત હોવાની સાથે દર વર્ષે 70 લાખથી વધુ યાત્રીકોને રોપ-વેની આરામદાયક સુવિધા પુરી પાડે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply