ગરબાના તાલે ઘૂમ્યા વિદેશી રાજદ્વારીઓ અને હાઇ કમિશ્નર્સ, તેમણે કહ્યું- નવરાત્રિ એક અદ્ભુત તહેવાર
Live TV
-
ગુજરાતનો ગરબો આજે ગ્લોબલ બન્યો છે, અને તેનો પડઘો આજે વિશ્વભરમાં પડે છે. આ વર્ષની નવરાત્રિમાં વડોદરા ખાતે યુનાઇટેડ વેના ગરબા પ્રાંગણમાં પધારેલા ભારત ખાતેના લગભગ 60 જેટલા વિદેશી રાજદ્વારીઓ નવરાત્રિ અને ગરબાના વ્યવસ્થાપનને જોઈને દંગ રહી ગયા હતા. ખેલૈયાઓના જોરદાર ઉત્સાહ, તાલ અને થનગનાટે રાજદ્વારીઓ અને વિદેશમંત્રીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગરબાને વિશ્વ ફલક પર પ્રખ્યાત બનાવ્યા છે. આ જ પરંપરાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે. કોવિડ-19 મહામારીના બે કપરાં વર્ષો પછી આ વર્ષે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગરબા ગ્રાઉન્ડ પર એકસાથે અધધ સંખ્યામાં ખેલૈયાઓને ગરબા રમતા જોઈને કુતૂહલવશ બનેલા રાજદ્વારીઓએ ગુજરાતના આ વાયબ્રન્ટ તહેવારના ભરપૂર વખાણ કર્યા હતા અને તેને માટે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં મા દુર્ગાનો તહેવાર એવા નવરાત્રિનો અનુભવ કરવાનો અવસર મળ્યો. અહીં ગરબા કરતા લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈને ખૂબ જ ખુશી અનુભવુ છુ. આ અદ્ભુત અનુભવ માટે હું દેશના વિદેશપ્રધાન એસ. જયશંકર અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છુ. હું પહેલી વાર ગરબા રમી રહ્યો છું પણ ખુબ મઝા આવી રહી છે ખુબ સુંદર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. નવરાત્રીએ ગુજરાત અને ભારતનો શાનદાર મહોત્સવ છે.
