Skip to main content
Settings Settings for Dark

ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન જાહેર કરી

Live TV

X
  • રાજ્યમાં નવલી નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇન્સ અનુસાર, ગરબા આયોજકોએ હવે ખેલૈયાઓ માટે વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ગરબા આયોજન સ્થળે CCTV કેમેરા અને પાર્કિંગની માહિતી પોલીસને ફરજીયાત આપવી પડશે. વધુમાં પોલીસ પરમિશન, ફાયર સેફ્ટી, ગર્વમેન્ટ ઓથોરાઈડ્ઝ ઈલેક્ટ્રિશનનું પ્રમાણપત્ર, આર્ટિસ્ટનું સંમતિ પત્ર, મહિલા અને પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો પણ ફરજીયાત આપવી પડશે. 

    ખેલૈયાઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આ વખતે રાજકોટ અને વડોદરામાં ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં યુવાનોમાં હાર્ટ અટેકની સમસ્યા ખૂબ જ વધી ગઇ છે, જેથી વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે ગરબા આયોજકો દ્વારા કરવામાં આવેલી ડૉક્ટરી વ્યવસ્થાને લઇને કહ્યું હતું કે, આ વખતે વડોદરામાં ગરબા આયોજકો દ્વારા એમ્બ્યુલન્સ અને ડૉક્ટર-નર્સના સ્ટાફને ગ્રાઉન્ડમાં જ ખડે પગે રાખવામાં આવશે. આ ઉપરાતં સિવિલ હોસ્પિટલમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના દર્દીઓ માટે ખાસ વોર્ડ ઉભા કરાયા છે. જેમાં રાત્રિ દરમિયાન ડોક્ટરોની ટીમ હાજર રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply