ગરમીથી લોકો ત્રાહીમામ્, આગામી 2 દિવસ સુધી હિટવેવની આગાહી
Live TV
-
કાળઝાળ ગરમીને કારણે રસ્તાઓ પણ સુમસાન બન્યા છે. બપોરના સમયે લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. તો બીજી બાજુ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા-પીણાનો સહારો પણ લઈ રહ્યા છે.
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. માર્ચ માસમાં ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાયો છે. અમદાવાદ, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતની જગ્યાએ 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આવતા બે દિવસ હિટવેવની સ્થિતિ યથાવત રહેશે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા-સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં હિટ વેવનો પ્રકોપ વધુ જણાશે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેશે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે. નોંધનિય છે કે અમદાવાદમાં સતત ચોથા વર્ષે માર્ચ મહિનામાં ૪૧ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ છે.