નવતર પ્રયોગ : અંબાજીમાં ભક્તો માટે પીવાના પાણીનું વૉટર ATM
Live TV
-
અંબાજીમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે પીવાના પાણીની સુવિધા શરૂ કરાઈ છે. ભક્તો માટે ખાસ વૉટર ATM શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી પાણીનો બચાવ થશે, સાથે સાથે ભક્તોને શીતલ જળની સુવિધા પણ મળી રહેશે.
હાલમાં ગરમીનો પારો દિન- પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કાળઝાળ ગરમીમાં યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીના પે એન્ડ યૂઝ વોટર ATM મૂકવામાં આવ્યાં છે. ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજીધામમાં બે વોટર ATM મૂકાયા છે. જેમાં યાત્રિક એક રૂપિયાનો સિક્કો મશીનમાં નાખશે, ત્યારે તેને એક લીટર ઠંડુ મિનરલ પાણી મળશે. આ મીશન ઓનલાઈન કાર્યરત રહેશે, જેમાં પાણીની TDS તથા પાણીની ઠંડાઈ મેન્ટેન કરી શકાશે. આ મશીન મંદિરના શક્તિદ્વાર અને ભોજનાલય ખાતે મૂકવામાં આવ્યું છે. પાણીનો દુરપયોગ ન થાય તે માટે એક રૂપિયો ચાર્જ રખાયો હોવાનું જાણવા મળ્યું છે.