સમગ્ર રાજ્યમાં કોમન GDCR અમલી, આવાસનું સ્વપ્ન થશે સાકાર
Live TV
-
બાંધકામક્ષેત્રમાં પારદર્શિતા અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધુ વેગ આપવા માટે આ નવા કોમન GDCR એટલે કે, જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનને તાત્કાલિક મંજૂરી આપી છે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં નવો કોમન GDCR 31 માર્ચ શનિવારથી અમલી થઇ ચૂક્યો છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ બાંધકામક્ષેત્રમાં પારદર્શિતા અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધુ વેગ આપવા માટે આ નવા કોમન GDCRને તાત્કાલિક મંજૂરી આપી છે. આ સરળ અને પારદર્શી પદ્ધતિ ને પરિણામે રિયાલિટી સેક્ટરને નવી દિશા મળશે અને મોટા પાયે રોજગાર સર્જન થવાથી વિકાસ ને વેગ મળતો થશે. રાજ્યના બધા જ શહેરોના સર્વગ્રાહી અને સર્વ સમાવેશક વિકાસ ની નવી ક્ષિતિજ આના પરિણામે ખુલશે. આ નવા કોમન GDCRના અમલથી ઓછી કિંમતના સસ્તાદરના આવાસો મોટી સંખ્યામાં પ્રાપ્ત થશે.