બેચરાજીમાં ચૈત્રી મેળાને પ્રારંભ, રસ્તાઓ પર પદયાત્રીઓનો ધસારો
Live TV
-
રાજ્યના 4 શક્તિપીઠો પૈકીના એક એવા બેચરાજીમાં ચૈત્રી મેળાનો પ્રારંભ થયો છે. મા બહૂચરના પ્રાગટ્ય દિવસને લઈ રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે બેચરાજી આવતા હોય છે.
આ મેળાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, ત્યારે આ વખત ચૈત્રી મેળાનો પ્રારંભ, 29 માર્ચથી થયો છે જે 31 માર્ચ સુધી ચાલશે. શ્રદ્ધાળુઓ માટે લોક સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તો તમામ યાત્રિકો માટે રૂપિયા એક કરોડનું વીમ કવચ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યું છે. પોલીસ વિભાગે પણ કોઈ અનશ્ચિનિય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. બેચરાજી જતા માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો લાગ્યા છે. મોટી સંખ્યામાં ભાવિકો બોલ મારી બહૂચર, જય જય બહૂચરના નાદ સાથે બેચરાજી તરફ આગળ વધી રહ્યા છે.
ચૈત્રી મેળાના વિધિવત પ્રારંભના ઉદ્યાટન પ્રસંગે બેચરાજીના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા લાખો ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.