ગુજરાત કૉંગ્રેસના પ્રભારી તરીકે રાજીવ સાતવની નિયુક્તિ
Live TV
-
અશોક ગેહલોતના સ્થાને નવા પ્રભારી તરીકે મહારાષ્ટ્રના ટોચના નેતા એવા રાજીવ સાતવને ગુજરાત કૉંગ્રેસની કમાન સોંપાઇ છે.
કૉંગ્રેસે ગુજરાતના પ્રભારી તરીકે યુવા નેતા રાજીવ સાતવની નિમણૂંક કરાઈ છે. રાજીવ સાતવ અશોક ગેહલોતના સ્થાને નવા કૉંગ્રેસે ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ટોચના નેતા એવા રાજીવ સાતવ ગુજરાત કૉંગ્રેસના સહ પ્રભારી હતા. આ સિવાય લાલજી દેસાઈને કૉંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત કૉંગ્રેસની સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરી રહ્યાં છે, જેના ભાગરૂપે યુવાનેતાઓને મહત્વના પદનું સુકાન સોંપી રહ્યા છે.