Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લાના વન બંધુઓના બાળકોની રાજ્ય સરકારે કરી ચિંતા

Live TV

X
  • સમાન્ય રીતે વનબંધુઓ રોજી-રોટી રળવા માટે સ્થળાંતર કરતા હોય છે, ત્યારે તેમના બાળકો અભ્યાસથી વંચિત રહી જતા હોય છે. પણ આ સ્થિતિમાં રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થા કરી શિક્ષણ આપવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે.

    ગુજરાતનો ડાંગ જિલ્લો કુદરતી સૌદર્ય અને આદિવાસી પરંપરાઓ માટે જાણીતો છે. ગરમીના દિવસો નજીક આવે એટલે આ વનબંધુઓ બાળકોને લઈને રોજી - રોટી રળવા સ્થળાંતર કરે છે. આ વન બંધુઓના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા એક વિશિષ્ટ અભિયાન ચાલે છે. જે મુજબ માતા - પિતા જેટલો સમય બહાર ગામ હોય તે સમય સુધી બાળકોને ભણાવવામાં આવે છે. રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. હાલમાં ડાંગમાં 174 નિવાસી કેમ્પમાં 6 હજાર 957 બાળકો રહે છે, જેમને બાળ મિત્ર, તથા વર્ગ મિત્ર દ્વારા ગૃહકાર્ય કરાવવામાં આવે છે. વન બંધુઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર દ્વારા આ અભિયાન હાથ ધરાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply