ગાંધીનગરથી વનમંત્રી મુળુ બેરાએ 'એક પેડ મા કે નામ' ગીત લોન્ચ કર્યું
Live TV
-
ગુજરાતમાં અત્યારસુધીમાં 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વન વિભાગ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગિતાથી અંદાજે 6.55 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 5 જૂન 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે દિલ્હી ખાતે માતાના નામે એક વૃક્ષ વાવીને ભારતભરમાં 'એક પેડ મા કે નામ' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો સહિત મહાનુભાવો- નાગરિકોએ પણ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને આ અભિયાનને જન જન સુધી પહોંચાડ્યું છે ત્યારે આ અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.આ અભિયાનમાં વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા ઉમદા હેતુથી વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ 'એક પેડ મા કે નામ' ગીતનું ગાંધીનગર ખાતેથી વનમંત્રી મુળુ બેરાના હસ્તે તેમજ રાજય વનમંત્રી મુકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
વનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વન વિભાગ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગિતાથી અંદાજે 6.55 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે આ અભિયાન શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઉત્સાહ પૂર્વક ચાલી રહ્યું છે ત
આ અભિયાનમાં ઉત્સાહ પૂર્વક જોડાઇને માતાનાં નામે એક વૃક્ષ વાવીને આપણી ધરતી માતાને વધુ હરિયાળી બનાવીને પ્રકૃતિનું પણ ઋણ અદા કરવા વનમંત્રી મુળુ બેરાએ રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
