Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરના નવનિર્મીત અત્યાધુનિક રેલવે સ્ટેશન સહિત બે રેલવે રૂટનું PM મોદીએ લોકાર્પણ કર્યુ

Live TV

X
  • ગાંધીનગર ખાતે નવનિર્મીત અત્યાધુનિક રેલ્વે સ્ટેશનનું ઉદ્દઘાટન કરવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લીલીઝંડી બતાવી બે મહત્વના રેલ્વે રૂટનું પણ લોકાર્પણ કર્યુ હતું.

    ગાંધીનગર ખાતે નવનિર્મીત અત્યાધુનિક રેલ્વે સ્ટેશનનું ઉદ્દઘાટન કરવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લીલીઝંડી બતાવી બે મહત્વના રેલ્વે રૂટનું પણ લોકાર્પણ કર્યુ હતું. જેમાં ગાંધીનગર-વારાણસી સુપર ફાસ્ટ ટ્રેન અને મહેસાણા વરેઠા મેમુ ટ્રેનનો સમાવેશ થાય છે. તો તેમણે  સુરેન્દ્રનગર પીપાવાવ રેલ્વે ટ્રેક અને વડનગરના  નવનિર્મિત સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યુ હતું. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરના રેલ્વે સ્ટેશન તેમજ 318  રૂમની ફાઇવસ્ટાર હોટલનું ઉદ્દઘાટન કરવા સાથે વારાણસી ગાંધીનગર વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તો લોકોને ઉપયોગી થઇ શકે તેવી મહેસાણા વરેઠા રૂટ પરની મેમુ ટ્રેન પણ શરૂ કરી હતી. સાથે સાથે તેમના વતન વડનગર ખાતેના નવનિર્મિત રેલ્વેસ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે આપણી ટ્રેનો, રેલ્વે પ્લેટફોર્મ તથા વિવિધ ટ્રેક સ્વચ્છ રહેવા લાગ્યા છે. આજે વાયફાય સુવિધા સહીત ટ્રેનોનુ આધુનીકરણ થઈ રહ્યુ છે. આજે ભારતીય રેલ્વેને દુનિયામા આધુનિક નેટવર્ક અને મેઘા પ્રોજેક્ટ માટે યાદ કરવામા આવી રહી છે.
     
    તો કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારમાં ખૂબ મહત્વના વિકાસના કામો આજે થયા છે. જેથી ગાંધીનગર વિશ્વ ફલક પર ચમકી રહ્યું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રેલ્વે વિકાસના થયેલા કામોને યાદ કરી કહ્યું હતું કે  આજે રેલ્વે દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે.  35 વર્ષો બાદ ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો સંપુર્ણ કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. આજે રાજ્યના લોકો માટે આનંદનો દિવસ છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી  જ ગુજરાતના વિકાસની દિર્ઘ દ્રષ્ટીથી કામગીરી કરી રહ્યા છે. 

    તો કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે  પ્રધાનમંત્રીનો સંકલ્પ છે કે આધુનીક રેલ્વેનો વિસ્તાર વધે તથા ટેકનોલોજીમા વધારો થાય તથા લોકોના જીવનમા પરીવર્તન અને સુખાકારી વધે. રેલ્વેના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય તેવો પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીનુ વિઝન છે. આ સંદર્ભે ગત 7 વર્ષોમા રેલ્વેમા ઘણો બદલાવ જોવા મળ્યો છે.

    આ વિશેષ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના સંબોધનની શરુઆતમા જણાવ્યુ કે 125 કરોડ ભારતીયો ન ઝુકના ન રુકના મંત્રની સાથે સૌ કોઈએ સાથે મળીને વિકાસની ગતીને આગળ વધારી છે. ગુજરાતના વિકાસને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા સુધી પ્રધાનમંત્રીની વિકાસયાત્રા આગળ વધી રહી છે. આજે ગુજરાતના વિકાસની ચર્ચા ન માત્ર દેશના રાજ્યોમા થાય છે પરંતુ આજે વિકસીત દેશોમા પણ થઈ રહી છે. તેમણે કહ્યુ કે  ગાંધીનગર વિશ્વ વિખ્યાત બનશે તેનો અમને આનંદ છે. 

    આ સાથે ગાંધીનગરનું રેલ્વે સ્ટેશન દેશના સૌથી અત્યાધુનિક રેલ્વેસ્ટેશનોની શ્રેણીમાં આવી ગયું છે. અને  આગામી દિવસોમાં ગાંધીનગરથી દેશના અન્ય રાજ્યોમાં વધુને વધુ રેલ કનેક્ટીવીટી મળતા ગાંધીનગરને ખૂબ મોટો ફાયદો થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
apply