Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરના રુપાલમાં નવમાં નોરતાની રાત્રીએ પ્રાંચીન પલ્લી નીકળી

Live TV

X
  • ગાંધીનગરના રૂપાલ ગામે કોરોનાના બે વર્ષ બાદ ભક્તો સાથે વરદાયિની માતાની પલ્લી નીકળી હતી. આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાની પલ્લી નીકળે છે. ગામના સુથાર અને લુહાર સમુદાય દ્વારા ખીજડાના વૃક્ષ ના લાકડામાંથી માતાજીની પલ્લી તૈયાર કરવામાં આવે છે જ્યારે પ્રજાપતિ સમુદાયના લોકો પલ્લીના કુંડા બનાવે છે.

    માળી સમાજ દ્વારા પલ્લીને ફુલોથી શણગારવામાં આવે છે તથા રાજપૂત સમુદાયના લોકો ઊંધા મુખે ખુલ્લી તલવારથી પલ્લીની રક્ષા કરે છે આમ તમામ સમુદાય દ્વારા તૈયાર થયા બાદ બ્રાહ્મણ સમાજ દ્વારા પલ્લીના પૂજન-અર્ચન કર્યા બાદ મા ની પલ્લી નગરચર્યાએ નીકળે છે.  

    ગામમાં 27 ચોકે ફરીને માની પલ્લી મંદિરે પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગામના તમામ ચોક પાસે મૂકેલા પીપ તથા વિવિધ પાત્રોમાં લોકો પોતે પોતાની માનતાનું ઘી ચઢાવતા હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply