ગાંધીનગરમાં આજે એક લાખ કરોડ રૂપિયાના સંભવિત રોકાણ માટે 23 MoU સંપન્ન
Live TV
-
ગાંધીનગર ખાતે વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂપિયા એક લાખ કરોડના સંભવિત રોકાણ માટે 23 MoU સંપન્ન થયા છે. આ રોકાણથી 70 હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરુપે ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
આ MoUમાં પોર્ટ અને પોર્ટ સંબંધિત, પાવર, એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ, શિક્ષણ તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે અત્યાર સુધીમાં 1.35 લાખ કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટે 100 MoU થયા છે.