AAP ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું
Live TV
-
ભૂપેન્દ્ર ભાયાણી સૌરાષ્ટ્રના વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ વિધાનસભાના સભ્ય અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા પછી ભૂપેન્દ્ર ભાયાણીએ જણાવ્યું હતું કે, આપ લોકોની સેવા કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી. ભૂપત ભાયાણીએના રાજીનામાં અંગે ટિપ્પણી કરતાં આપના નેતા હેમંત ખવાએ જણાવ્યું કે, ભૂપેન્દ્ર ભાયાણીએ વિસાવદરની જનતાએ એમના પર મુકેલા વિશ્વાસને તોડ્યો છે. જે નિંદનીય બાબત છે. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર ભાયાણી ડિસેમ્બર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના પાંચ ધારાસભ્યો પૈકીના એક હતા અને સૌરાષ્ટ્રના વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા.