ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ
Live TV
-
શ્રવણ દોષ, સાંભળી ન શકતા બાળકો માટે આ કોલેજ વરદાન સાબિત થશે
બાલ્યાવસ્થાના વાણી અને ભાષાના ડિસઓર્ડર, ડેવલોપમેન્ટ લેંગ્વેજ, અવાજના રોગ, તોતડાપણાની સમસ્યા, વચાઘાત, ખોરાક ગળવાની તકલીફ, સમજવાની તકલીફ, અવાજ ન નીકળવો, કાનની નસ અને મધ્યકર્ણની તકલીફો જેવી બિમારીની તપાસ નિદાન અને સારવારમાં કારગર સાબિત થશે. કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી પછી બાળકોને સેકન્ડ સેશન માટે આ કોલેજમાં થેરાપી આપવામાં આવશે. સ્કૂલ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં રાજ્યના 3,000થી વધુ કોકલિયલ ઈમ્પ્લાન્ટ સર્જરી થઈ. અંદાજિત રૂ.210 કરોડ રૂપિયાના ખર્ચે આ સર્જરી બાળકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી.