સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર
Live TV
-
રાજ્ય કક્ષાએ વિજેતા થનારને રૂ.2.50 લાખનું ઈનામ મળશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્યકક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી યોજાનાર આ સ્પર્ધામાં સ્પર્ધક પોતાની પ્રાથમિક માહિતી https://snc.gsyb.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
સ્પર્ધાની તારીખ
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 15 ડિસેમ્બર 2023 સુધી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ગ્રામ્ય તથા પાલિકા વોર્ડ કક્ષાએ 19 ડિસેમ્બરના રોજ સ્પર્ધા યોજાશે. ગ્રામ્ય તથા વોર્ડ કક્ષાએ વિજેતા ખેલાડીઓ માટે તાલુકા, નગરપાલિકા તથા ઝોન કક્ષાની સ્પર્ધા 23 ડિસેમ્બરના રોજ યોજાશે. તાલુકા તથા નગરપાલિકા કક્ષાએથી વિજેતા ખેલાડીઓ માટે જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા 26 ડિસેમ્બરના રોજ યોજાશે. જિલ્લા તથા મનપા કક્ષાએથી વિજેતા ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાએ સ્પર્ધા 30 ડિસેમ્બરના રોજ યોજાશે.
વિનિંગ પ્રાઈસ
ગ્રામ્ય, શાળા તથા વોર્ડ કક્ષાએ વિજેતા- રૂ.101નું ઈનામ
તાલુકા, નગરપાલિકા, ઝોન કક્ષાએ વિજેતા- રૂ.1,000નું ઈનામ
જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા
- પ્રથમ વિજેતા- રૂ.21,000નું ઈનામ
- દ્વિતીય વિજેતા- રૂ.15,000નું ઈનામ
- તૃતીય વિજેતા- રૂ.11,000નું ઈનામ
રાજ્ય કક્ષાએ વિજેતા
- પ્રથમ વિજેતા- રૂ.2,50,000નું ઈનામ
- દ્વિતીય વિજેતા- રૂ.1,75,000નું ઈનામ
- તૃતીય વિજેતા- રૂ.1,00,000નું ઈનામ