ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટએઈડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
આ નિર્ણયથી ગુજરાતના 1,200 જેટલા અધ્યાપકોને લાભ થશે.
ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટએઈડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ, અધ્યાપકો જે તારીખથી નોકરીમાં જોઇન્ટ થયા હશે ત્યારથી તેમની આ ફિક્સ પગારની નોકરીને સળંગ ગણવામાં આવશે અને બઢતી, ઉચ્ચતર પગાર ધોરણના મળવા પાત્ર લાભમાં આ સમય ગાળો ગણવામાં આવશે. સાથે જે અધ્યાપકો જૂની પેશન યોજના સાથે નિમણુંક થઈ હશે તેને તે મુજબ લાભ મળશે. આ નિર્ણયથી ગુજરાતના 1,200 જેટલા અધ્યાપકોને લાભ થશે અને મળવાપાત્ર તમામ લાભો મળશે.