વડોદરા રેલવે સ્ટેશનના અધિક્ષક બિનય ઝાને વિશિષ્ટ રેલ સેવા બદલ પુરસ્કૃત કરાશે
Live TV
-
વર્ષ 2022-23 દરમિયાન ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે પુરસ્કૃત રેલ કર્મચારીઓ અને અધિકારીઓને વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માનિત કરાશે.
વર્ષ 2022-23 દરમિયાન ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે, રેલ મંત્રાલય દ્વારા 15 ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં 68મા રેલ સપ્તાહ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોઓની ઉપસ્થિતિમાં પુરસ્કૃત રેલ કર્મચારીઓ અને અધિકારીઓને વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માનિત કરાશે. જેમાં વડોદરાના સ્ટેશન અધિક્ષક બિનયકુમાર ઝાનું પણ સન્માન કરવામાં આવશે.
ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે; વડોદરા સ્ટેશન અધિક્ષક બિનય ઝાએ વર્ષ 2022-23 દરમિયાન તેમના કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે માલગાડીઓના પરિચાલનમાં, સમયપાલનતા અને તેના સ્ટોપિંગના સમયમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. એટલું જ નહીં, તેમણે વડોદરા સ્ટેશનને સ્વચ્છ અને સુંદર રાખવામાં, અનધિકૃત વિક્રેતાઓને પકડવા માટે નિયમિત ડ્રાઈવ ચલાવવા, ફાયર સેફ્ટી માટે નિયમિત મોક ડ્રીલ હાથ ધરવા, લીવ મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવામાં તેમની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો છે.
ઉપરાંત બિનયએ રેલ કર્મચારીઓ માટે નિયમિતતા CPR તાલીમ શિબિરોનું આયોજન કર્યું છે, જેથી કટોકટીની પરિસ્થિતિઓમાં તેમનો જીવ બચાવી શકાય. તેમણે વર્ગ ત્રીજા અને ચોથાના રેલ કામદારો અને ટ્રેડ યુનિયનોની સાથે-સાથે સ્ટેશનના તમામ વિભાગો સાથે યોગ્ય સંકલનમાં કામ કરીને ઉત્કૃષ્ટ ઔદ્યોગિક સંબંધો સ્થાપિત કર્યા છે.
ડીઆરએમ સિંહે તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમને અન્ય રેલવે કર્મચારીઓ માટે પ્રેરણાદાયી અને અનુકરણીય ગણાવ્યા હતા.