પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી મળેલા લાભ બાબતે આભાર વ્યક્ત કરનારો બનાસકાંઠા એકમાત્ર જિલ્લો બન્યો
Live TV
-
છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના સંકલ્પ સાથે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" દેશની ગ્રામપંચાયતોમાં ફરી રહી છે. સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા એક માત્ર જિલ્લો બન્યો છે, જ્યાં લાભાર્થીઓએ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી મળેલા લાભ બાબતે આભાર વ્યક્ત કર્યો હતો. જે બાબતે બનાસકાંઠાના કલેકટરે પોસ્ટ વિભાગ સાથે સંકલન સાધી "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" દરમિયાન સ્થળ પર જ પોસ્ટ કાર્ડ લખવાનું આયોજન કર્યું હતું.
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" :
દેશભરમાં તમામને સરકારની યોજનાઓ સુનિશ્ચિત કરવાના હેતુ સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. જે લોકોને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે તો તેમના અનુભવો કેવા છે અને જેઓને નથી મળ્યા તેમને 5 વર્ષમાં આ યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.