Skip to main content
Settings Settings for Dark

સુરત શહેરમાં વંદે ભારત ટ્રેનની થીમ પર નવી રેસ્ટોરન્ટની શરૂઆત કરાઇ

Live TV

X
  • સુરત શહેર સરથાણા વિસ્તાર ખાતે એક ખાસ રેસ્ટોરન્ટ આકર્ષણનું કેન્દ્ર છે. કારણ કે અહીં મોંઘા ઇન્ટિરિયર લાઇટિંગ અને ફાઇવ સ્ટાર ફિલિંગ નહીં પરંતુ જ્યારે લોકો જમવા માટે અહીં પ્રવેશ કરતાંની સાથે જ સૌથી પહેલા વંદે ભારત ટ્રેનનું એન્જિન જોવા મળે છે. તેમજ ટિકિટ બારી અને એન્ટ્રી તેમજ એક્ઝિટ પણ વંદે ભારત ટ્રેનની જેમ જ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, અહીં આવતા લોકોને વંદે ભારત ટ્રેનમાં જ બેઠા હોય એવો અનુભવ થાય એ માટે સિટિંગ અને વિન્ડો પણ આબેહૂબ બનાવવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનની થીમ પર આ રેસ્ટોરન્ટ તૈયાર કરવું ખૂબ જ ચેલેંજીંગ હતું. પણ 7 મહિનાની મહેનત બાદ તેઓએ આબેહૂબ ટ્રેન જેવું રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે. 

    અહીં આવતાં કેટલાંક મહેમાનો કે જેમણે વંદે ભારત ટ્રેન ફક્ત વીડિયોમાં જોઈ હોય અને અહી આવ્યા બાદ એવો જ અનુભવ કરે છે કે જાણે તેવો વંદે ભારત ટ્રેનમાં જ બેસીને ભોજન લઇ રહ્યા છે.  જેમણે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી છે તેઓ પણ આ રેસ્ટોરન્ટ આબેહૂબ વંદે ભારત જેવી જ અનુભૂતી આપતી હોય તેમ જણાવી રહ્યા છે. સૌથી અગત્યની વાત છે કે આ રેસ્ટોરન્ટની ડિઝાઇન જ નહિ પરંતુ રેસ્ટોરન્ટની સીલીંગ પર એરિયલમાં પણ વંદે ભારતે ટ્રેનની પ્રતિકૃતિ રિમોટના માધ્યમથી ચાલે છે. હોટલના સ્ટાફ જ્યારે રીમોટનું બટન દબાવે ત્યારે વંદે ભારતની પ્રતિકૃતિ વાળી એક ટ્રેન આ એરિયલ પરથી આવે છે અને કસ્ટમરને પીઝા સર્વ કરે છે.

    રેસ્ટોરન્ટના માલિક મનીષ ગોધાણીએ જણાવ્યું હતું કે, અમે ખાણીપીણીના શોખીન છીએ અને સુરતમાં રેસ્ટોરન્ટ શરૂનો વિચાર આવ્યો હતો. આ વચ્ચે અમે લાગ્યું કે, અમે ભારતના મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા નું પ્રચાર કરીએ અને હાલમાં જ ભારત દેશમાં જ તૈયાર વંદે ભારત થીમ પર અમે રેસ્ટોરન્ટ શરૂ કરીએ એ નિર્ધારિત કર્યું. અહીં આવનાર લોકોને વંદે ભારતમાં બેસ્યા હોય તેવી અનુભૂતિ થાય આ માટે અમે તમામ પ્રકારની તકેદારી લીધી અને ડિઝાઇન તૈયાર કરી. જમવામાં પણ લોકોને અલગ અલગ વેરાઈટી મળી રહે આ માટે મેન્યુ તૈયાર કર્યું છે. અહીં સેલ્ફી પોઇન્ટ છે અને લોકોને પણ મજા આવી જાય તેવું છે. ઘણા લોકો અમને કહે છે કે અહીં આવીને અમે વંદે ભારત ટ્રેનમાં બેસ્યા હોય તેવી અનુભૂતિ થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply