ગાંધીનગરમાં નાના ચિલોડા સર્કલ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં બે લોકોના મૃત્યુ
Live TV
-
ગાંધીનગરમાં નાના ચિલોડા સર્કલ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં બે લોકોના મૃત્યુ થયા છે. નાના ચિલોડા નજીક લીંબડિયા પાસે થયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કારનો દરવાજો ચીરીને મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ નજીક મોડી રાત્રે પૂરપાટ દોડતી કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બે યુવાનના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારના પતરા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.
