ગાંધીનગરમાં ભાટ પાસે ઔડા ગાર્ડનમાં ૩૫,૦૦૦ જેટલા વૃક્ષો વાવવાના અભિયાનનો શુભારંભ
Live TV
-
ખાનગી સંસ્થા ના 'ગ્રીન ડ્રાઇવ' પ્રોજેકટ અંતર્ગત વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું.
આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવીને ગુજરાતને ગ્રીન ગુજરાત-કલીન ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં ભાટ પાસે ઔડા ગાર્ડનમાં ૩૫,૦૦૦ જેટલા વૃક્ષો વાવવાના અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ૬૨,૦૦૦ ચો.મી. વિસ્તારમાં સાયકલ ટ્રેક, વૉક-વે, એમ્ફી થિયેટર અને પાર્ટી પ્લોટ સાથેનું ઉદ્યાન આકાર લઇ રહ્યું છે. આ વિશાળ ઉદ્યાનમાં ખાનગી સંસ્થા ના 'ગ્રીન ડ્રાઇવ' પ્રોજેકટ અંતર્ગત વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું હતું. શ્રી વિજયભાઇ રૂપાણીએ કોર્પોરેટ હાઉસ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને વધુને વધુ વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને વનમંત્રી શ્રી ગણપતભાઇ વસાવાએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.