ચેઇન સ્નેચરને થઈ શકે છે ઓછામાં ઓછી 5 વર્ષની સજા, રાજ્ય સરકારનો વટહુકમ
Live TV
-
મહિલા સુરક્ષા પ્રત્યે ગંભીર વલણ દાખવતા રાજ્ય સરકારે નક્કર પગલું લીધું છે અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓ માટે વટહુકમ બહાર પાડ્યો છે.
આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મહિલાઓના મંગળસૂત્ર કે ચેઇનની ચીલઝડપ કરનારને ઓછામાં ઓછી પાંચ અને વધુમાં વધુ 10 વર્ષની સખત કેદની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ચીલ ઝડપ દરમિયાન વ્યક્તિને ઇજા થાય તો તો પમ આરોપીને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં આવશે. તેમજ મૃત્યુ કે ઇજા પહોંચાડવા બદલ કે તેવા પ્રયાસો કરવા બદલ ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની કેદ તેમજ 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવા બનાવો તરફ ગંભીરતા દાખવતા આવા બનાવો અટકાવવા સૂચના આપી છે. અને જેના પરિણામે આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.