18માં દિવસે પણ દબાણ હટાવો ઝૂંબેશ યથાવત્, AMCએ કરી કાર્યવાહી
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચાલી રહેલ દબાણ દૂર કરવાની કામગીરી શહેરના હાર્દ સમા ભદ્ર, ઢાલગરવાડ વિસ્તારમાં સતત 18 માં દિવસે પણ યથાવત રહી હતી.
સોમવારે ઢાલગરવાડ વિસ્તાર, ત્રણ દરવાજાથી ભદ્ર મંદિર પરીસર ,તેમજ પશ્ચિમ વિસ્તારમાં ,શ્યામલ ચાર રસ્તાથી, પ્રહલાદનગર ગાર્ડન- કોર્પોરેશન રોડ ઉપરથી દબાણ હટાવવાની ઝૂંબેશ હાથ ધરાઈ હતી. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્ય રસ્તાઓને દબાણમુક્ત કરવાની કાર્યવાહી કરાઈ હતી. જેમાં દુકાનો બહારના દબાણો જેવા કે, ફાયબર શેડ, ઓટલા તેમજ પાકા બાંદાકામને નાબૂદ કરવામાં આવ્યા હતા.