ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક
Live TV
-
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળશે. તેમાં સમગ્ર રાજ્યમાં હાલ પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતીના તૈયાર પાકને થયેલા નુકશાનનો સર્વે કરવા તેમજ કોવિડ અને અન્ય વાયરલ ઇન્ફેકશનના કેસમાં થઇ રહેલા વધારા અંગે સમીક્ષા કરીને ચર્ચા કરવામાં આવશે. આ સાથે રાજ્યમાં હાલની આરોગ્યની સ્થિતિના અનુસંધાને જરુરી આયોજન અંગે ચર્ચા થશે. તેમજ ઉનાળામાં પીવાના પાણીનો પુરવઠો યોગ્ય રીતે ઉપલબ્ધ થઇ શકે તે માટે જરુરી આયોજન અંગે બેઠકમાં મહત્વની ચર્ચા થશે.