રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંકનો આરંભ
Live TV
-
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંકનો આરંભ થયો છે. આ અંગે ડોક્ટર મોનાલી માકડિયાએ જણાવ્યુ કે ચક્ષુ દાન જેમ જ સ્કીનનું પણ દાન થઈ શકે છે. મૃત્યુ થાય તેના છ કલાકની અંદર સ્કીન હાર્વેસ્ટ થઈ જાય તો તેનુ સારુ પરિણામ મળે છે. દાતા દ્વારા સ્કિન એટલે કે ચામડીનું દાન કરવામાં આવે ત્યારબાદ હોસ્પિટલ તેની જાળવણી માટેની પ્રક્રિયા કરે છે. સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કિન ડોનેશન માટે હેલ્પલાઈન નંબર શરુ કરવામાં આવ્યો છે. સ્કીન ડોનેશન અભિયાનમાં 72111-02500 પર કોલ કરીને સહભાગી થઈ શકાય છે.