Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં લોકોને આયુર્વેદ તરફ પાછા વાળી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા 'રન ફોર આયુર્વેદ' કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • આઠમા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને આયુષ મંત્રાલય તેમજ નિયામક આયુષની કચેરી ગુજરાત રાજ્યના માર્ગદર્શનથી જિલ્લા આયુષ ટીમ દ્વારા 'દરરોજ દરેક માટે આયુર્વેદ- આયુર્વેદ ફોર વન હેલ્થ' થીમ આધારિત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રન ફોર આયુર્વેદ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે સફળ આયોજન થયું હતું.                               

    આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડાયરેક્ટર રોજગાર અને તાલીમ ગાર્ગીબેન જૈન, કલેકટર ગાંધીનગર હિતેશ કોયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલ, આયુષ કચેરી ગાંધીનગર નાયબ નિયામક ફાલ્ગુન પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. ભાવના પટેલ સહિત મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા.                            

    આયુર્વેદનું મહત્વ સમજાવવા અને લોકોને આયુર્વેદ તરફ પાછા વાળી લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા 'રન ફોર આયુર્વેદ' કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ જોડાઈને આયુર્વેદ પ્રત્યે અન્ય લોકોને પ્રેરિત કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમની શરુઆત  એસઆરપી ગ્રુપ બેન્ડ મગોડી દ્વારા નેશનલ એન્થમ થકી કરવામાં આવી હતી. ત્યારબાદ રન ફોર આયુર્વેદની શરૂઆત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી કરવામાં આવી.                  

    ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં વિશેષ તેજ આઈ સેન્ટરના સ્ટાફ દ્વારા પણ આઈ ચેકઅપનું નિ:શુલ્ક આયોજન કરાયું હતું.
          

    રન ફોર આયુર્વેદમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બીએસએફ ચિલોડા, એસઆરપી સ્ટેટ રાજ્યના અનામત દળ ટુકડી, કરાઈ પોલીસ ટ્રેનિંગ અકાદમી, ડીએસપી ઓફિસ સેક્ટર-27, સ્કાઉટસ, યોગા બોર્ડ, નીમા આયુર્વેદ એસોસિયેશન, હોમિયોપેથી એસોસિયેશન , કોલવડા આયુર્વેદિક હોસ્પિટલના કર્મયોગી, જિલ્લા વહીવટી તંત્રના સભ્યો તથા અન્ય નાગરિકો સહભાગી બન્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply