ડાંગઃ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પશુપાલકોને વિવિધ યોજનાકીય સહાયનો આપવામાં આવી રહ્યો છે લાભ
Live TV
-
ડાંગઃ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પશુપાલકોને વિવિધ યોજનાકીય સહાયનો આપવામાં આવી રહ્યો છે લાભ
ડાંગ જિલ્લામાં સ્થાનિક રોજગારીની તકો વચ્ચે ગ્રામજનો વર્ષોથી આસપાસના જિલ્લાઓમાં રોજગારી અર્થે સ્થળાંતર કરતા હોય છે. આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં ડેરી ઉદ્યોગ અને પશુપાલન વ્યવસાયને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ડાંગ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી, અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જિલ્લાના ખેડુતો આર્થિક વિકાસ સાધી શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પશુપાલકોને વિવિધ યોજનાકીય સહાયનો લાભ આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત સાધન સહાય, સાથે દુધાળા પશુઓ ખરીદવા માટે 50 ટકા સહાય આપવામાં આવે છે. જ્યારે બોર્ડર વિલેજ ના લાભાર્થીઓને 90% તેમજ સો ટકાની સહાય કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે. જેમાં 2022-23 ના વર્ષ દરમિયાન 139 લાભાર્થીઓને પશુપાલન ક્ષેત્રે સહાય આપવામાં આવી છે.
