Skip to main content
Settings Settings for Dark

અમદાવાદથી “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”નો કરાયો શુભારંભ

Live TV

X
  • અમદાવાદથી “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”નો કરાયો શુભારંભ

    ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત તથા અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”નો અમદાવાદથી શુભારંભ કરવામાં આવ્યો છે. “વિદ્યાર્થી સતર્કતા અભિયાન”ને અમદાવાદની દિવાનબલ્લુભાઇ શાળાથી શરુ કરતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાતના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, રેડક્રોસ અને અમદાવાદ મેડિકલ એસોશિએશનની સાથે મળીને ભાવિ પેઢીને માનવતાવાદી પ્રવૃતિમાં સમાજમાં કેવી રીતે મદદરુપ થવાય અને તેમનું અને સમાજનું જીવન ઘોરણ ઉંચું આવે તે માટે “વિદ્યાર્થી સતર્કતા અભિયાન” શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ શાળા કક્ષાએ લગભગ પાંચ લાખ બાળકોને જીવન જરુરી બાબતોની તાલીમ આપવામાં આવશે. શાળા કક્ષાએથી બાળકો સીપીઆર, પ્રાથમિક સારવાર, રક્તદાન, અંગદાન, થેલેસેમિયા, એનીમિયા, રોડ સેફટી નિયમો અને બેન્કિંગ અંગે બેઝિક તાલીમ મેળવે તે આ અભિયાનનો આશય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply