નવા વર્ષ પહેલા સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની ભેટ, 11થી 15મી નવેમ્બર સુધી સરકારી ઓફિસોમાં રહેશે રજા
Live TV
-
નવા વર્ષ પહેલા સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની ભેટ, 11થી 15મી નવેમ્બર સુધી સરકારી ઓફિસોમાં રહેશે રજા
નવા વર્ષ પહેલા જ સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે ભેટ આપી છે. સરકારી કર્મચારીઓ પણ તહેવાર માણી શકે તે હેતુસર રાજ્ય સરકારે તારીખ 11-11-2023 થી 15-11-2023 સુધી દિવાળીની રજાઓ જાહેર કરી છે. જેમાં વચ્ચે પડતર દિવસ એટલે કે તારીખ 13-11-2023 સોમવારની પણ રજા જાહેર કરવામાં આવી છે. આ તારીખે તમામ સરકારી કચેરીઓ, પંચાયતના બોર્ડના, કોર્પોરેશનના કાર્યાલય બંધ રહેશે. તેના બદલામાં તારીખ 09-12-2023 બીજા શનિવારે તમામ કચેરીઓ ચાલુ રહેશે.