Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય કક્ષાની ન્યૂ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-2023 વડોદરા તથા ભાવનગરમાં યોજાઈ

Live TV

X
  • રાષ્ટ્રીય કક્ષાની ન્યૂ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન-2023 વડોદરા તથા ભાવનગરમાં યોજાઈ

    રાષ્ટ્રીય કક્ષાની ન્યૂ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન 2023ની 5મી આવૃત્તિ વડોદરાની કેપીજીયુ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. જે ગુજરાત સરકાર, ગુજરાત નોલેજ સોસાયટી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી દ્વારા પ્રાયોજિત કરાઈ હતી. જેમાં 200થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો. તેમણે વિવિધ સમસ્યાઓ કૌશલ્ય પ્રદર્શિત કરતા ઇનોવેટિવ ઉકેલ આપ્યા હતા. સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો, ઉદ્યોગો અને અન્ય સંસ્થાઓ જેમકે પાવર મંત્રાલય, બંદર અને વાહનવ્યવહાર મંત્રાલય, ગુજરાત સરકાર, શિક્ષણ, જલશક્તિ અને સંરક્ષણ મંત્રાલય, ઓટોડેસ્ક, હાઉસિંગ અને શહેરી મંત્રાલય દ્વારા અપાયેલ વિવિધ સમસ્યાઓના નિદાન માટે ઉકેલ આપવામાં આવ્યા હતા. જેને 36 નિર્ણાયકો દ્વારા ચકાસવામાં આવ્યા હતા. તો વિજેતા ટીમ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જશે.

    ભાવનગરની જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સીટી ખાતે પણ ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન 2023ના રીજીઓનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની સર્જનાત્મક ક્ષમતાને પ્રોત્સાહન આપવાના ઉપરાંત સમાજલક્ષી ઉકેલોનું નિરાકરણ માટેની ક્ષમતા કેળવાય તેવો હતો. આ હેકાથોનમાં શહેર અને જિલ્લાની વિવિધ કોલેજોના 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં તજજ્ઞો દ્વારા વિવિધ ટીમોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.જ્યારે આખરે  વિજેતા ટીમને ગ્રાન્ડ ફિનાલે માટે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં મોકલવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply