ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસર ક્લેર તારીખ 6 નવેમ્બર સોમવારે ગાંધીનગર સ્થિત “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત લેશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહેશે
Live TV
-
ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસર ક્લેરની મુલાકાત સમયે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહેશે
ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસર ક્લેર બે દિવસની શિક્ષણ વિષયક બેઠક સંદર્ભે તારીખ 6 નવેમ્બર-2023ના રોજ બપોરે 04.15 કલાકે ગાંધીનગર સ્થિત “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની મુલાકાત લેશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આ વેળાએ ઉપસ્થિત રહેશે.
આ મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસર ક્લેર રાજ્યમાં શિક્ષણ અંગે ચાલતી નવીન પ્રક્રિયા, પ્રક્લ્પો અને પ્રવૃત્તિઓનું નિદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળના “વિદ્યાસમીક્ષા કેન્દ્ર”ની વિશિષ્ટ કામગીરીને જાણી પોતાના વિસ્તારમાં અમલી બનાવવા વિવિધ દેશોના/ રાજ્યોના શિક્ષણ મંત્રીઓએ મુલાકાત લીધી છે. વધુમાં વિશ્વબેંકના પ્રમુખ અજય બાંગા, અમેરીકાના ફાઇનાન્સ મિનીસ્ટરએ પણ મુલાકાત લીધી છે જે ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રના વિકાસની ગૌરવપૂર્ણ બાબત છે.
