Skip to main content
Settings Settings for Dark

વાઈબ્રન્ટ ગુજરાત રોડ શૉ 06 નવેમ્બર, 2023ના રોજ લખનઉમાં યોજાશે, મંત્રી ઋષિકેશ પટેલ રોડ શૉનું નેતૃત્વ કરશે

Live TV

X
  • ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના માનનીય મંત્રી ઋષિકેશ પટેલ આ રોડ શૉનું નેતૃત્વ કરશે

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ના ભાગરૂપે રાજ્ય સરકાર ઉદ્યોગો તેમજ બિઝનેસ અગ્રણીઓ સાથે વાત કરવા અને જાન્યુઆરી 2024માં યોજાનારી સમિટ માટે તેમને આમંત્રિત કરવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ-શૉનું આયોજન કરી રહી છે. મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ, જાપાન, યુરોપ, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, વિયેતનામ અને દક્ષિણ કોરિયામાં રોડ-શૉ કર્યા પછી તેમજ નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમની સફળતા બાદ, ગુજરાત સરકાર હવે આગામી સોમવાર, 6 નવેમ્બર 2023ના રોજ લખનઉમાં રોડ-શૉ યોજી રહી છે.

    આ રોડ શૉનું નેતૃત્વ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના માનનીય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવશે. 

    ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલ, આરએસપીએલ ગ્રુપ, વી ગાર્ડ, સનસોર્સ એનર્જી અને લ્યુમિનસ પાવર ટેક્નોલોજીસ જેવી સંસ્થાઓના વડાઓ સાથે ઘણી વ્યક્તિગત બેઠકો કરશે. એસોચેમ ગુજરાત કાઉન્સિલના પ્રમુખ ચિંતન ઠાકર સ્વાગત પ્રવચન આપશે. તેમના સંબોધન બાદ, વાઇબ્રન્ટ ગુજરાત 2024 પર પ્રમોશનલ ફિલ્મનું સ્ક્રીનિંગ થશે અને ત્યારબાદ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ IAS મમતા વર્મા ગુજરાતમાં ઉપલબ્ધ વ્યવસાય તકો પર પ્રેઝન્ટેશન આપશે. 

    કાર્યક્રમ દરમિયાન “એક્સપિરીયન્સ શેરિંગ સત્ર” પણ યોજાશે, ત્યારબાદ ગુજરાત સરકારના માનનીય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે.

    આ રોડ શોનો ઉદ્દેશ VGGS 2024 દ્વારા ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ તરીકે સ્થાપિત કરવાનો છે. આનાથી વિશ્વભરના વ્યવસાયો અને કંપનીઓને ગુજરાતના વિવિધ ક્ષેત્રોને જોડવામાં અને એક્સપ્લોર કરવામાં મદદ મળશે. આ રોડ શો ગિફ્ટ સિટી, ધોલેરા SIR અને માંડલ બેચરાજી SIR જેવા ગુજરાતના ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ માટે રોકાણ આકર્ષવાની તક પણ પ્રદાન કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply