Skip to main content
Settings Settings for Dark

PM મોદી દ્વારા સોમનાથમાં પ્રારંભ કરાયેલા રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં CM ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

Live TV

X
  • સોમનાથ થી અયોધ્યા સુધી રામ નામ લેખન સેતુનું નિર્માણ કરવા બદલ સોમનાથ ટ્રસ્ટને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ભક્તિ ભાવપૂર્વક પૂજન અને જળાભિષેક કર્યા હતા. મુખ્યમંત્રી ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે ચાલી રહેલા સોમનાથ થી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં પણ સહભાગી થયા હતા.
    આ "સોમનાથ થી અયોધ્યા રામ નામ મંત્ર લેખન યજ્ઞ" નો પ્રારંભ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરની તેમની ગુજરાત મૂલાકાત દરમિયાન સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ ગાંધીનગરમાં રાજભવન ખાતે સૌપ્રથમ રામ નામ લખીને કરાવ્યો હતો.

    આ રામનામ મંત્ર લેખન યજ્ઞની પરંપરાને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે પાંચમી નવેમ્બરે તેમની સોમનાથ મુલાકાત દરમિયાન ત્યાંના રામ મંદિરમાં મંત્ર લેખનમાં જોડાયા હતા. સોમનાથ અને રામ મંદિર અદ્વિતીય સમાનતાઓ ધરાવે છે, વિસર્જન બાદ સર્જનની આ મહાગાથા રાષ્ટ્રની એકતાને સુદ્રઢ કરવાનું કાર્ય કરશે. સોમનાથમાં લખાયેલ રામ નામ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે.

    જે રીતે ભગવાન રામની સેના દ્વારા રામ નામ લખી સમુદ્ર પર રામસેતુ નિર્માણ કરાયો હતો, તેવી જ રીતે સંઘર્ષપૂર્ણ ભૂતકાળથી આગળ વધી નવા ભારતના ભાગ્યોદય સુધીનો રામનામ લેખન સેતુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નિર્માણ થઈ રહ્યું છે. 

    યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ થી વધુ રામ નામ લખાયા હોય એ પ્રમાણ છે કે ભાવિકોએ આ યજ્ઞ ને આત્મસાત કર્યો છે. સોમનાથમાં દેવાધિદેવ મહાદેવ અને શ્રી રામ પ્રભુના સાનિધ્યમાં રામ નામ લેખન આત્માને પ્રસન્નતા આપે છે. શ્રી રામ નામ લેખન યજ્ઞમાં જોડાઈને મુખ્યમંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે સોમનાથ થી અયોધ્યા રામ નામ લેખન યજ્ઞમાં જોડવાનો ધન્ય અવસર મળ્યો છે. 

    સોમનાથ આવનારા દેશ-વિદેશના ભાવિકોને રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં જોડીને અખંડ ભારતનો રામનામ લેખન સેતુ નિર્માણ કરવા બદલ સોમનાથ ટ્રસ્ટને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.  સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે. ડી પરમાર, અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા આ પ્રસંગે મુખ્યંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. 

    આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply