ગાંધીનગરમાં ‘મિલેટ એકસ્પો-2025’ ના આયોજન અંગેની બેઠક યોજાઈ
Live TV
-
રાજયના ખેડૂતોને મિલેટ અંગે પ્રાકૃતીક કૃષિ દ્વારા ટકાઉ ખેતી, મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી બે દિવસીય મિલેટ મહોત્સવનું કુલ સાત મહાનગરપાલિકા ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
બે દિવસીય મિલેટ મહોત્સવનું અમદાવાદ, સુરત, જામનગર, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર એમ કુલ સાત મહાનગરપાલિકા ખાતે તેમજ તે પૈકી અમદાવાદ મહાનગરપાલિકા ખાતે રાજ્ય કક્ષાના મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર જે.એન વાઘેલાના અધ્યક્ષસ્થાને મિલેટ એક્સ્પો-2025ના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી.
મ્યુનિસિપલ કમિશનરેકાર્યક્રમો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મિલેટ અંગે ખેડૂતો અને નાગરિકોમાં વ્યાપક જન જાગૃતિ વધે તે માટે ગાંધીનગરના સેક્ટર- 11,રામકથા મેદાન ખાતે આગામી તારીખ 8 અને 9 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય ‘મિલેટ એકસ્પો- 2025’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાગી, કાંગ, કોદરી, ઝંગોરી, જુવાર બાજરી જેવી મિલેટની અવનવી પ્રોડ્ટક્સ ઓર્ગેનિક મસાલા, લાઈવ ફૂડ સ્ટોલની સાથે આજના સમયની માંગને અનુરૂપ એક્સપોર્ટ, વેલ્યુએડીશનની સાથોસાથ ઇનોવેટીવ પ્રોડ્ટક્સનું પ્રદર્શન કમ વેચાણ હાથ ધરવામાં આવશે. ‘મિલેટ એકસ્પો’ અંગેની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે જરૂરી સુચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.