Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઇ

Live TV

X
  • ગાંધીનગર નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈના નેતૃત્વમાં અઠવાડિક કેબિનેટ બેઠક મળી.

    ગાંધીનગર નવા સચિવાલય સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈના નેતૃત્વમાં અઠવાડિક કેબિનેટ બેઠક મળી છે. બુધવારે સવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને વિભાગીય સચિવ કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો છે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વર્તમાન ચોમાસાની ઋતુ ઉપરાંત રાજ્યમાં કૃષિક્ષેત્રે વાવેતર અને કૃષિ પ્રશ્નો અંગે  નિતિગત નિર્ણય લેવા માટે પણ મંથન કરવામાં આવ્યું હતું. બેઠકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોના વેરિયન્ટ ડેલ્ટા પ્લસને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન મુજબ ભાવિ દિશા નિર્દેશ તૈયાર કરવાને મુદ્દે પણ ચર્ચા થઇ હતી. ડેલ્ટા પ્લસ અને ત્રીજી કોરોના લહેર સહિત ના મુદ્દે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ લેવાઇ રહેલા સાવચેતીના પગલાંની પણ ચર્ચા થઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply