ધરોઇ ડેમમાં પાણીની આવક ઘટતા ખેડૂતો ચિંતામાં
Live TV
-
ચાલુ વરસાદની સિઝનમાં ઉપરવાસમાં નહિવત વરસાદ થતાં ધરોઇ ડેમમાં પાણીની ઓછી આવક થતાં ડેમમાં પાણીની સપાટી હાલમાં 598 ફૂટના નીચા સ્તરે છે.
ચાલુ વરસાદની સિઝનમાં ઉપરવાસમાં નહિવત વરસાદ થતાં ધરોઇ ડેમમાં પાણીની ઓછી આવક થતાં ડેમમાં પાણીની સપાટી હાલમાં 598 ફૂટના નીચા સ્તરે છે. તે મુદ્દે ચિંતા સેવાઇ રહી છે. કારણ કે ધરોઈ ડેમના માધ્યમથી ઉત્તર ગુજરાતના 385 ગામ, 9 શહેર અને 169 પરાવિસ્તારમાં પિવાનું પાણી તેમજ 98 હજાર હેકટર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી પુરૂ પાડવામાં આવે છે. ધરોઈ ડેમના મદદનીશ ઈજનેર એચ.જે.રાઓલે જણાવ્યું હતું કે ધરોઇ ડેમમાંથી મહેસાણાના 111 ગામ, સાબરકાંઠાના 50 ગામ અને પાટણના 16 ગામમાં સિંચાઈનું પાણી અપાતું હોય છે. પરંતુ હાલની સ્થિતિએ સિંચાઇનું પાણી પૂરું પાડી શકાય તેમ નથી. ખેડૂતોમાં તેને કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે. ઉત્તર ગુજરાતને ડિસેમ્બર મહિના સુધી પીવાનું પાણી પુરૂ પાડી શકાય તેમ છે.
